• 4,49 €

Publisher Description

આ બ્રહ્મસૂત્ર 'વેદાંત-સૂત્ર' તરીકે પ્રસિદ્ધ છે. તે ચારે વેદોનાં ઉપનિષદોનું વિશ્લેષણ છે. તેને ઉત્તરમીમાંસા કે જે વેદોનાં અંતિમ સ્થાને આવેલા છે. જયારે પૂર્વ-મીમાંસા એ વેદોનાં આગળનાં ભાગે આવેલ છે જે કર્મકાંડની વિધિઓ સાથે સંલગ્ન છે. બ્રહ્મસૂત્રનો હેતુ સર્વ વેદાંતોને એકત્રિત કરી સારાંશ રૂપે પ્રસ્તુત કરેલ છે. બ્રહ્મસૂત્ર મહર્ષિ બાદરાયણ 'વેદવ્યાસ' દ્વારા પ્રણીત છે.
આ મૂળ સંસ્કૃતમાં રચિત છે, જેને લેખક દ્વારા ભારતીય ગુજરાતી ભાષામાં અનુવાદ સહીત 'પરમજ્યોતિ' નામક વ્યાખ્યાથી અલંકૃત કરેલ છે. તે સમજવામાં સરળ, પ્રવાહી, પ્રસન્ન ત.ગંભીર સારગર્ભને ચર્ચા રૂપે વર્ણિત છે.તે આત્માના સક્ષાત્કાર માટે કે સંપૂર્ણ બંધનોથી મુક્તિ માટે છે. મનુષ્ય દેહધારી જીવાત્માના સ્વ-આત્માની મુક્તિ અર્થે આ ગ્રંથનાં રચનાકાર મહર્ષિ બાદરાયણ 'વેદવ્યાસ'જીએ ત. આદિ ગુરૂ શંકરાચાર્ય મહારાજે તે સર્વ સુત્રોના ગુઢાર્થોને અતિ સરળતાથી સમજી શકાય એ રીતે ભાષ્યનું આલેખન કરી સર્વ મનુષ્યોને મહાઉપકૃત કરેલાં છે. આ અદ્વૈત તત્વજ્ઞાનથી મનુષ્ય સર્વ સાંસારીક બંધનોથી મુક્ત થઈ આ મનુષ્ય આવર્તમાં આવર્તન પામતો નથી અને સ્વસ્વરુપને પ્રાપ્ત થાય છે. --- ભરત પુરુષોત્તમ સરસ્વતી, વડોદરા, ગુજરાત, ભારત.

GENRE
Non-Fiction
RELEASED
2016
August 29
LANGUAGE
GU
Gujarati
LENGTH
287
Pages
PUBLISHER
Bharat Purushottam Saraswati
SIZE
563.2
KB

More Books by Bharat Purushottam Saraswati