Sachayan 1 August 2013 Sachayan 1 August 2013

Sachayan 1 August 2013

Publisher Description

અમેરિકા-સ્થિત ''એકત્ર'' ફાઉન્ડેશન નામની અમારી વિદ્યા-સાહિત્ય સંસ્થાએ શિષ્ટ સાહિત્યના 100 ગુજરાતી પુસ્તકો પ્રગટ કરવાની યોજના સાથે જ,

''સંચયન'' નામે એક ગુજરાતી સાહિત્ય-સામયિકનો આરંભ કરવાનું નક્કી કર્યું છે --  એનો પહેલો અંક ''એકત્ર'' ના પ્રગટ્ય રૂપે સૌને સપ્રેમ ધરીએ છીએ.

 

''એકત્ર''ની પ્રવૃત્તિઓ માટે જેમ આપણા પ્રથિતયશ સર્જક-વિવેચક શ્રી સિતાંશુ યશશ્ચન્દ્રનું માર્ગદર્શન મળી રહ્યું છે, એમ આ ''સંચયન'' સામયિકનું સંપાદન આપણા પ્રતિષ્ઠિત વિવેચક-સંપાદક શ્રી રમણ સોની કરી રહ્યા છે. 


સાંપ્રત સાહિત્ય-સામયિકોમાંથી તેમજ  ગ્રંથોમાંથી ઉત્તમ અને રસપ્રદ કૃતિઓનું ચયન''સંચયન''દ્વારા સુલભ થશે.


ગુજરાતી ભાષામાં વિચારપત્રો, વ્યાપક વાચનનાં તેમજ સાહિત્યનાં સામયિકો ઘણાં છે. એમાં કેટલાંક વધુ મહત્ત્વનાં છે. પરંતુ દુનિયાભરમાં પથરાયેલા ગુજરાતીઓ સુધી એ પહોંચી શકતાં નથી, અને પહોંચાડવાં અત્યંત મુશ્કેલ પણ છે. ઉપરાંત, અનેક સામયિકોમાંથી ઉત્તમ કયાં તે પસંદ કરવાનું ને એને મંગાવવાનું સૌ માટે અશક્ય છે. વળી, વાચનમાં રસ હોય તો પણ સમયના અભાવે, સામયિકો પૂરાં વાંચી શકાતાં નથી. આ સંજોગોમાં આપણા સામયિકોમાંથી ઉત્તમ સામગ્રીનું ચયન-સંકલન આપતા એક ઈ-ડાયજેસ્ટ દ્વારા ગુજરાત બહાર રહેતા ગુજરાતીઓને ઉત્કૃષ્ટ વાચન પહોંચાડવાનો એક સાહસિક પણ જરૂરી સંકલ્પ અમે કર્યો છે.


અમારી વેબ-સાઈટ http://www.ekatramagazines.com પર એ જોઈ શકાશે. 


સૌને નિમંત્રણ અને સ્વાગત

 

-અતુલ રાવલ

  • GENRE
    Fiction & Literature
    RELEASED
    2013
    September 12
    LANGUAGE
    GU
    Gujarati
    LENGTH
    64
    Pages
    PUBLISHER
    Ekatra Foundation
    SELLER
    Ekatra Foundation
    SIZE
    11.6
    MB
    Sanchayan 3 Sanchayan 3
    2013
    Sachayan 2 October 2013 Sachayan 2 October 2013
    2013
    Green Biorefinery Solutions Green Biorefinery Solutions
    2025