Sachayan 2 October 2013 Sachayan 2 October 2013

Sachayan 2 October 2013

Publisher Description

અમારી વિદ્યા-સાહિત્ય સંસ્થા ''એકત્ર'' ફાઉન્ડેશને ''સંચયન'' નામે એક ગુજરાતી સામયિકનો આરંભ કર્યો છે -- એનો આ બીજો અંક પણ ''એકત્ર'' ના પ્રાગટ્ય રૂપે સૌને સપ્રેમ ધરીએ છીએ. સાંપ્રત સાહિત્ય-સામયિકોમાંથી તેમજ ગ્રંથોમાંથી ઉત્તમ અને રસપ્રદ કૃતિઓનું ચયન ''સંચયન'' દ્વારા સુલભ થશે.


ગુજરાતી ભાષામાં સાહિત્યનાં સામયિકો તેમજ વિચારપત્રો ઘણાં છે. પરંતુ દુનિયાભરમાં પથરાયેલા ગુજરાતીઓ સુધી એ પહોંચી શકતાં નથી, અને પહોંચાડવાં અત્યંત મુશ્કેલ પણ છે. ઉપરાંત, અનેક સામયિકોમાંથી ઉત્તમ કયાં તે પસંદ કરવાનું ને એને મંગાવવાનું સૌ માટે અશક્ય છે. વળી, વાચનમાં રસ હોય તો પણ સમયના અભાવે, સામયિકો પૂરાં વાંચી શકાતાં નથી. આ સંજોગોમાં આપણા સામયિકો અને પુસ્તકોમાંથી ઉત્તમ સામગ્રીનું ચયન-સંકલન આપતા એક ઇ-ડાયજેસ્ટ દ્વારા ગુજરાત તેમજ ગુજરાત બહાર રહેતા ગુજરાતીઓને ઉત્કૃષ્ટ વાચન પહોંચાડવાનો એક સાહસિક પણ જરૂરી સંકલ્પ અમે કર્યો છે.


issuu.com/ekatra/docs/sanchayan_2_oct_2013r?e=4805530/5378604


અમારી વેબ-સાઈટ http://www.ekatramagazines.com ઉપરથી પણ એ જોઈ શકાશે. જે મિત્રો પોતાના email ID મોકલી આપશે એમને અમે વ્યક્તિગત પણ મોકલીશું.


તમારાં સૂચનો અને પ્રતિભાવો જરૂરથી જણાવશો. 


સૌને નિમંત્રણ અને સ્વાગત.


- અતુલ રાવલ

પ્રકાશક - સંચયન 

એકત્ર ફાઉન્ડેશન 

email: atulraval@ekatrafoundation.org

http://www.ekatrafoundation.org

  • GENRE
    Fiction & Literature
    RELEASED
    2013
    7 November
    LANGUAGE
    GU
    Gujarati
    LENGTH
    63
    Pages
    PUBLISHER
    Ekatra Foundation
    SIZE
    31.6
    MB

    More Books by Raman Soni

    Sanchayan 3 Sanchayan 3
    2013
    Sachayan 1 August 2013 Sachayan 1 August 2013
    2013