ચાણક્યની રાજનીતિ ચાણક્યની રાજનીતિ

ચાણક્યની રાજનીત‪િ‬

Descripción editorial

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ  કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી। તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે 


ચાણક્ય બહુ પ્રચલિત અને પ્રસિદ્ધ નામ છે. પૂર્વમાં ચણક નામના ઋષિ થયા હતા તેમના વંશમાં જન્મવાથી ચાણક્ય નામ પડ્યું લાગે છે. ચાણક્ય, નંદરાજાનો ઉચ્ચ અધિકારી હતો પણ અભિમાની નંદે તેનું અપમાન કરીને રાજ્યમાંથી કાઢી મૂક્યો હતો. નંદના આવા હળહળતા અપમાનથી કુપિત થઈને ચાણક્યે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી હું આ નંદવંશનું નિકંદન નહિ કાઢું ત્યાં સુધી ચોટલીને ગાંઠ નહિ વાળું. ચાણક્ય બ્રાહ્મણ હતો. એકલો હતો. સૌકોઈ રાજાની સાથે હતું. ફેંકાઈ ગયેલા માણસને કોણ સાથ આપે! પોતાની પ્રતિજ્ઞા પૂરી ન થવાથી ચાણક્ય ઘણાં વર્ષો સુધી આમતેમ ભટકતો રહ્યો. જે લોકો શીઘ્ર સમાધાનકારી હોય છે તેમનો ઇતિહાસ નથી હોતો. જે લોકો હજારો કષ્ટો વેઠવા છતાં પણ સમાધાન નથી કરતા પણ લક્ષ્યમાં મંડ્યા રહે છે તેમના વિજય કે વિનાશનો ઇતિહાસ હોય છે. જેમ કે મહારાણા પ્રતાપ.

GÉNERO
Religión y espiritualidad
PUBLICADO
2008
28 de junio
IDIOMA
GU
Guyaratí
EXTENSIÓN
453
Páginas
EDITORIAL
Gurjar Prakashan
TAMAÑO
786,8
KB

Más libros de Swami Sachchidanand

મહાભારતની જીવનકથાઓ મહાભારતની જીવનકથાઓ
2010
પૌરાણિક કથાઓ પૌરાણિક કથાઓ
2010
વાસ્તવિકતા વાસ્તવિકતા
2009
ઉપસંહાર ઉપસંહાર
2001
ત્યાગ-અહિંસા-આતંકવાદ ત્યાગ-અહિંસા-આતંકવાદ
2012
સાચા મહાપુરુષો સાચા મહાપુરુષો
2012

Otros clientes también compraron