



દક્ષિણપૂર્વનો પ્રવાસ
発行者による作品情報
સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી। તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.
શ્રીલંકાના પ્રવાસ પછી સાથીદારોની તથા મને પણ બીજો પ્રવાસ કરવાની ઈચ્છા હતી. મને લાગ્યું કે નવા દેશો જોવા જોઈએ. અમે દક્ષીણ-પૂર્વના ચાર દેશો નક્કી કર્યા. થાઇલેન્ડ, કંબોડિયા, ઇન્ડોનેશિયા અને મલેશિયા. આમાં બે દેશો બૌદ્ધધર્મી તથા બે દેશો ઇસ્લામધર્મી હતા.