સૌરાષ્ટ્રનો મધપૂડો સૌરાષ્ટ્રનો મધપૂડો

સૌરાષ્ટ્રનો મધપૂડ‪ો‬

Publisher Description

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ  કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.


ઘડાયેલું રાષ્ટ્ર જ મહાન બનતું હોય છે. રાષ્ટ્રની પ્રજાનું જે સ્વરૂપ હોય, તે જ રાષ્ટ્રનું સ્વરૂપ બને. ઘડાયેલી પ્રજાથી જ રાષ્ટ્ર ઘડાતું હોય છે. પ્રજાની મહાનતા કે અધમતામાં બે કારણો બહુ મહત્ત્વનાં હોય છે: 1. તેની આનુવંશિકતા અને 2. તેનું ઘડતર. આનુવંશિકતા કુદરતી હોય છે. સાગ-સીસમ કુદરતી છે. તેના ઉપર નકશી કરવી એ તેનું ઘડતર કહેવાય. કુશળ સુથાર તે કામ કરતો હોય છે. પણ સાગ-સીસમની જગ્યાએ એરંડો કે આકડો હોય તો કુશળ સુથાર પણ ઘડતર ન કરી શકે. ભારતમાં અસંખ્ય પ્રકારની આનુવંશિકતાવાળી પ્રજાઓ છે, એટલે બધાંનું આનુવંશિક મૂલ્ય એકસરખું નથી. આ બાબતમાં કોઈના માટે કશું કહેવાય નહીં. આનુવંશિકતામાંથી વ્યક્તિત્વ પ્રગટતું હોય છે, જે જન્મજાત હોય છે. પણ ઘડતરની બાબતમાં ઘણું થઈ શકે તેમ છે. પ્રજાના પાંચ ઘડવૈયાઓ હોય છે: 1. રાજા અથવા રાજનેતાઓ, 2. ધર્માચાર્યો, 3. સાહિત્યકારો, કવિઓ, કલાકારો, 4. સમાજનેતાઓ અને 5. શિક્ષકો. આ પાંચે મળીને પ્રજાનું ઘડતર કરતા હોય છે. પણ જો તે પોતે ઘડાયેલા હોય તો જ તે પ્રજાનું ઉત્તમ ઘડતર કરી શકે. જો તે પોતે જ અણઘડ હોય તો પ્રજાને અણઘડ બનાવી મૂકે. દુર્ભાગ્યવશ અત્યારે લગભગ બધી દિશાઓમાં અણઘડતર પ્રસરી ગયું છે, એટલે પ્રજા પણ અણઘડતાનો મોટો શિકાર બની ગઈ છે. અણઘડતા ત્રણ પ્રકારની હોય છે: 1. અનુશાસનહીનતા 2. મોરલ-હીનતા અને 3. વ્યવ

GENRE
Religion & Spirituality
RELEASED
2012
October 28
LANGUAGE
GU
Gujarati
LENGTH
309
Pages
PUBLISHER
Gurjar Prakashan
SELLER
Shree Swami Sachchidanandji
SIZE
618.4
KB

More Books by Swami Sachchidanand

ચાણક્યની રાજનીતિ ચાણક્યની રાજનીતિ
2008
ગીતાજીનું ચિંતન ગીતાજીનું ચિંતન
2011
મારા અનુભવો મારા અનુભવો
1986
મહાભારતનું ચિંતન મહાભારતનું ચિંતન
2010
નર-નારીનાં સંબંધો નર-નારીનાં સંબંધો
2003
પૌરાણિક કથાઓ પૌરાણિક કથાઓ
2010